શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરવાનો અનુરોધ કરતા સુરતના સાસંદ મુકેશભાઇ દલાલ
સૂરત શહેરમાં ગણેશ વિસર્જનમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર અને શાંતિપુર્ણ મહોલમાં ગણેશ વિસર્જન પુર્ણ થાય એવા હેતુ સાથે શહેરના ગણેશ મહોત્સવના આયોજકો અને ગણેશ મહોત્સવની સમિતિના આગેવાનો સાથે મળી સુરતના સાસંદશ્રી મુકેશભાઇ દલાલ બાઇક પર જઇ ગણેશ વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી.
રૂટ પરના ગણેશ ભક્તો પાસેથી મુર્તી વિસર્જન કરતા થતી સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને આયોજકોને રૂટમાં પડતા પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવ્યા હતા.વધુમાં સાસંદશ્રીએ આયોજકોને શાંતિ અને સંયમ જાળવવા, વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરી દેવા માટે અપીલ કરી હતી