છેલ્લા કેટલાક દિવસો ની દીપડાના આંટાફેરા વધતા વન વિભાગે પાંજરૂ મૂક્યું હતું : દીપડો પાંજરે પૂરતા વન વિભાગ અને ગ્રામજનો ને રાહતનો શ્વાસ લીધો : આ વિસ્તારમાં વારંવાર દીપડા નું આગમન થી ગ્રામજનો પરેશાન : વન વિભાગ દ્વારા ગ્રામજનો વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું
અંકલેશ્વર ના સેગપુર ગામે મહાકાય દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાક દિવસો ની દીપડાના આંટાફેરા વધતા વન વિભાગે પાંજરૂ મૂક્યું હતું. દીપડો પાંજરે પૂરતા વન વિભાગ અને ગ્રામજનો ને રાહતનો શ્વાસ લીધો હતો. આ વિસ્તારમાં વારંવાર દીપડા નું આગમન થી ગ્રામજનો પરેશાન બન્યા છે. વન વિભાગ દ્વારા ગ્રામજનો વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ના ગ્રામ્ય વિસ્તાર દીપડા દેખા દેવા ઘટના વધી રહી છે. આ વચ્ચે ઉછાલી, નવાગામ કરાવેલ, અવાદર, પીપરોડ-પારડી, સેગપુર સહીત ગામમાં છેલ્લા કેટલાક દિવસો ની દીપડો હોવાની બૂમ ઉઠી હતી. જેને લઇ ગ્રામજનો રાત્રી ના ખેતર માં જવાનું ટાળી રહ્યા હતા આ વચ્ચે સેગપુર ગામ ખાતે દીપડો દેખાડતા સ્થાનિક ગ્રામજનો એ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડા ની હયાતી ના ચિન્હો જોવા મળતા અલગ અલગ સ્થળે મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં ગત રાત્રી ના શિકાર ની શોધ માં આવેલ મહાકાય દીપડો આબાદ ફસાઈ ગયો હતો. સવારે ગ્રામજનો ને દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા લોકો ઉમટી પડ્યા હતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડા ને લઇ તેને સુરક્ષિત જંગલ વિસ્તાર માં છોડવાની તજવીજ શરુ કરી હતી.