જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીના અધ્યક્ષપદે શુક્લતીર્થ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરાયો
કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત શુક્લતીર્થ ઉત્સવ ની જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી ના અધ્યક્ષપદે યોજાયો હતો
કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો
શુક્લતીર્થ ઉત્સવના પ્રારંભે સાઈ નૃત્ય અકાદમી તરફથી શિવ નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી.ત્યારબાદ સીદી ધમાલ નૃત્ય ની લોકો પ્રસ્તુતિ લોકોએ માણી હતી. લોકોએ નાખુભાઈ કલામંડળ તરફથી દક્ષિણ આદિવાસી લોક નૃત્ય કે જે રાઠવા નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે તેની પ્રસ્તુતિ કરી હતી.
આ પ્રસંગે ભાતીગળ સંસ્કૃતિને રજૂ કરતો લોક ડાયરો ધર્મેશ બારોટ અને અપેક્ષા પંડયાના વૃદે રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી,નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ, સાંસ્કૃતિક કચેરીના મીતાબેન ગવલી ,શુક્લતીર્થ સરપંચ શ્રી રણધીરસિંહ માંગરોલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.