મહિલા પરિવાર સાથે બહારગામ ગયા હતા
શહેર પોલીસે તપાસ હાથ ધરી .
અંકલેશ્વર તાલુકા ના નવા સરફુદ્દીન ગામ ની કૈલાસ ટેકરી વિસ્તાર માં મહિલા ના એક બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી રૂપિયા 7.29 લાખ ના સોના ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે .
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના ઝરકુંડ પાસે આવેલ નવા સરફુદ્દીન ગામની કૈલાશ ટેકરી વિસ્તાર માં ભાડા ના મકાન માં રહેતા સરસ્વતીબેન રાજેશભાઈ પરમાર ગત તા .11 મી નવેમ્બર ના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે બહારગામ ગયા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું અને દરવાજા નો નકુચો તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા દરમ્યાન આ ચોરી અંગે સંબંધી એ સરસ્વતીબેન ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેઓ એ શહેર એ ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને રૂપિયા 7 લાખ 29 હજાર ની કિંમત ના સોના ના દાગીના ની ચોરી અંગે ની ફરિયાદ નોંધી આ ચોરી નો ભેદ ઉકેલવા ડોગસ્કોર્ડ ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે .