અંકલેશ્વર માં 60 હજાર થી વધુ ઉત્તર ભારતીય સમાજના લોકો વસવાટ કરે છે ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા સહીત ગામમાં તૈયારી ને આપવામાં આવતો આખરી ઓપ
ગડખોલ કેનાલ પાસે તેમજ અંબિકાનગર ખાતે પૂજા ની બેડી તૈયાર કરવાની શરૂઆત
અંકલેશ્વર માં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજા ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . અંકલેશ્વર ના . ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા સહીત ગામમાં તૈયારી પૂર્ણતાને આરે છે તેમજ ગડખોલ કેનાલ પાસે તેમજ અંબિકાનગર ખાતે પૂજા ની બેડીઓ તૈયાર કરવા. માં આવી રહી છે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ને લઇ અહીં કર્મ ભૂમિ તરીકે ઉત્તર ભારતના વિવિધ પ્રાંત ના લોકો વસવાટ કરે છે. ત્યારે નોકરી ને લઇ તેઓ વતન ન જતા અહીં જ પરંપરાગત છઠ પૂજા ઉત્સવ ની ઉજવણીની શરૂઆત કરી છે. અંકલેશ્વર માં સૌથી વધુ ગડખોલ ગામ ખાતે ઉત્તર ભારતીય સમાજ વસવાટ કરે છે જેને લઈ અહીં ગડખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે. મીઠા ફેક્ટરી તેમજ અંબિકાનગર ખાતે પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવી છે. તો અહીં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા નહેર અને કુંડ સહીત સફાઈ તેમજ ત્યાં બેડી ઉભી કરી તેને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે.
તિથિ પ્રમાણે છઠ પૂજા 4 દિવસની હોય છે. આ દરમિયાન ઉપવાસીઓ સતત 36 કલાક ઉપવાસ રાખે છે. તે ઉપવાસ દરમિયાન પાણી પણ લેતો નથી. સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પણ આ વ્રત રાખવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન પૂજા ઘણી વિધિ ઓ સાથે કરવામાં આવે છે.કારતક શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે છઠ પૂજા 19 નવેમ્બર ના રોજ છે. છઠ પૂજા ચતુર્થી તિથિના બે દિવસ પહેલા થી શરૂ થાય છે, પછી પંચમી લોખંડ અને ખરણા પર. તે પછી ષષ્ઠી તિથિ પર છઠ પૂજા કરવામાં આવે છે, જેમાં સાંજે સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. આ પછી બીજા દિવસે સપ્તમી ના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવા માં આવે છે . આ કઠોર વ્રત ના પ્રારંભ પૂર્વે અંકલેશ્વર ના ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા, સંજાલી, પાનોલી સહીત ગામમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સાથે ચાર દિવસીય છઠ પૂજા ની શરૂઆત કરવામાં આવતી હોય છે,આ ઉપરાંત ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારે તેમજ ગડખોલ પાટિયા નહેર ખાતે પૂજાની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો