Views: 133
Read Time:55 Second
ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ્ હસ્તે સીવણ મશીન આપવામાં આવ્યા
પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સી એસ આર ફંડ દ્વારા આ પ્રસંસનીય કામગીરી કરવામાં આવી
ભરૂચ ખાતે પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સી.એસ.આર કાર્ય હેઠળ , ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન થકી અને ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રયાસો દ્વારા અંદાજીત ૩૦ જેટલી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પગભર થવા હેતુ સીવણ મશીન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા.