=કંપની ના કર્મચારીઓ.સહીત ના રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ અતુલ કંપની દ્વારા અતુલ કોલોની ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ રક્તદાન શિબિર માં કંપની ના અધિકારીઓ અને મહિલાઓ સહીત ના રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વર ની અતુલ લીમીટેડ કંપની દર વર્ષે રક્તદાન શિબિર નું આયોજન કરે છે ,ત્યારે આજરોજ ગડખોલ પાટિયા પાસે આવેલ અતુલ કોલોની ખાતે ભરૂચ ની રેડક્રોસ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપની ના જનરલ મેનેજર પ્રવીણ મોરે ,યુનિટ હેડ શ્યામલ ડે ,અને દિવ્યકાંત જોગ ઉપસ્થિત રહ્યા હતા ,આ રક્તદાન શિબિર માં કંપની ના અધિકારીઓ ,કર્મચારીઓ,અને મહિલાઓ સહીત ના રક્તદાતા એ રક્તદાન કર્યું હતું .આ પ્રસંગે કંપની ના જયેશ શુક્લા ,સલીમભાઇ સહીત રેડક્રોસ બ્લડ બેન્ક ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા