લારી ધારકો તેમજ દુકાનદારો ને કચરો તેમજ પ્લાસ્ટિક વેસ્ટ બાબતે નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરી
નવા વર્ષ માં દંડનીય કાર્યવાહી પણ શરુ થશે નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાત અંતર્ગત કાર્યવાહી શરુ
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેર કચરા ના નિકાલ અંગે લાલ આંખ કરી છે. લારી ધારકો તેમજ દુકાનદારો ને કચરો તેમજ પ્લાસ્ટિક વેસ્ટ બાબતે નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરી છે. તેમજ જાહેર કચરા ના નિકાલ અંગે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત ના નેજા હેઠળ આગામી દિવસો માં નગર માં જાહેર માં કચરો ઠલવાતો રોકવા માટે દુકાનદારો તેમજ લારી ધારકો સામે કાર્યવાહી કરવા માટે નું આયોજન કર્યું છે. આ પૂર્વે પાલિકા દ્વારા જાહેર માં જ્યાં જ્યાં કચરો નિકાલ થયા છે ત્યાં સર્વે કરતા સૌથી વધુ કોમર્શિયલ વપરાશકારો નો કચરો ઠલવાતો હોવાનું સામે આવ્યું હતું. જે આધારે નગર પાલિકા દ્વારા હાલ પાલિકા ખાતે રજિસ્ટ્રર 8200 થી વધુ કોમર્શિયલ દુકાનદારો તેમજ છૂટક લારી ગલ્લા, ખાણીપીણીના સ્ટોલ તેમજ છૂટક શાકભાજી નું વેચાણ કરતા ધારકો ને આવરી લઇ તમામ ને નોટિસ આગામી 31 ડિસેમ્બર સુધીમાં બજવણી કરવામા આવશે. જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 106 ની કલમ 192 હેઠળ નોટિસ હાથલારી/ પાથરણા, કોર્મશિયલ હેતુ ની દુકાન ની આજુબાજુ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે. જે બદલ દિન 3 માં ડસ્ટબીન સાથે રાખવા /મુકવા પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા તેમજ ગમેતેમ રોડ ઉપર કચરો ન ફેંકવામાં ન આવે તેવી તાકીદ કરી નોટીશ આપવામાં આવી રહી છે. જે બાદ પણ જો કચરા તેમજ પ્લાસ્ટિક અંગે ની પાલિકાની નોટિસ ની અવગણના કરવામાં તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે
.
આગામી 5 જાન્યુઆરી 2024 બાદ નોટિસ પછી પણ કચરો કે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ નજરે પડશે તો પાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી માટે એજન્સી પણ રોકવામાં આવી રહી છે. જે માત્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીય કરી દંડ ની કાર્યવાહી કરવામાં આવશે
Khub saras