ભરૂચ જિલ્લા ની 10 સ્કૂલ ના 230 વિદ્યાર્થીઓ એ પરેડ સ્પર્ધા માં ભાગ લીધો
વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકાર ની પરેડ યોજી
પરેડ સ્પર્ધા માં વિદ્યાર્થીનીઓ વધુ જોડાય
અંકલેશ્વર ની એસેન્ટ સ્કૂલ ના પટાંગણ ખાતે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ની 10 સ્કૂલ ના 230 વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકાર ની પરેડ યોજી હતી ખાસ કરી ને આ પરેડ સ્પર્ધા માં વિદ્યાર્થીની ઓ એ ઉત્સાહભેર ભાગ લઇ મિલેટ્રી માં જોડાવા ની આશા વ્યક્ત કરી હતી
અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને મિલેટ્રી અંગેનું માર્ગદર્શન અને ભારતીય સેનામાં જોડાવા અંગેની જાણકારી મળી રહે તેમજ વિદ્યાર્થીઓ ને મિલેટ્રી ની ટ્રેનીંગ રહે તે માટે એવીસીટી કેડેડ દ્વારા મિલેટ્રી ની તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે .ભરૂચ જિલ્લા ની સ્કૂલો માં વિદ્યાર્થીઓ ને એવીસીટી કેડેડ માં પ્રવેશ આપી તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ મિલેટ્રી માં સરળતા થી પ્રવેશ મેળવી શકે . ,ત્યારે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર ની એસેન્ટ સ્કૂલ ના પટાંગણ ખાતે ભરૂચ જિલ્લા ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં જિલ્લા ની 10 સ્કૂલ ના 230 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો ખાસ કરી ને આ પરેડ સ્પર્ધા માં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ વધુ જોડાય હતી અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકાર ની પરેડ યોજી હતી ,આ પરેડ માં એવીસીટી જવાનો એ નાડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર થતી પરેડ ની ઝાંખી કરાવી હતી.આ સ્પર્ધા માં વિજેતા સ્કૂલો ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ સ્કૂલ પરેડ કમાન્ડર વિદ્યાર્થી ને પણ ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે પરેડ માં સામેલ તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા ,આ પ્રસંગે એવીસીટી ના કમાન્ડિત ઓફિસર અનુરાગ ડૂબે ,માજી સૈનિક હરેશ ઉપાધ્યાય ,એવીસીટી ના સેક્રેટરી પ્રકાશ પટેલ સ્કૂલ ના આચાર્ય સહીત વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Proud moment ❤️
Proud moment in my life ❤️
# AVCT❤️