ઝગડીયા ખાતે સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં રૂપિયા ૨,૦૯,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલઃ એક વાહન કચેરી ખાતે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ભરૂચઃ ગુરૂવાર- ભરૂચ જીલ્લામાં ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીગ ભરૂચ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ભરૂચ ધ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ હાથ ધરવામાં આવેલ. જીલ્લા આર.ટી.ઓ. ઇન્પેકટરશ્રીની ટીમ ધ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ ઝગડીયા ખાતે સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં હોય રૂપિયા ૨,૦૯,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ છે. તેમજ એક વાહનને કચેરી ખાતે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.