૭૫ મા ગણતંત્ર દિને ગુજરાતના એકમાત્ર ખેડૂતને આમંત્રણ મળ્યું હતું
રિપોર્ટ : ફારૂક ખત્રી,રાજપારડી
ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન,ફ્રાન્સના રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, તેમજ ત્રણેય પાંખના વડાઓની હાજરી
ગણતંત્રના અવસરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ યોજાતો હોવાની પરંપરાછે આ પરંપરા અંતર્ગત ચાલુ વર્ષે પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ સમારંભ યોજાયો હતો આ સમારંભમા ઝગડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત ધીરેન્દ્ર કુમાર દેસાઈને આમંત્રિત કરાયા હતા ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ૭૫ મા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન સમારંભ ખાતે આમંત્રણ મળ્યું હતું જે તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાશે આ એટ હોમ કાર્યક્રમ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નમસ્તે કહી આમંત્રીતોનુ અભિવાદન કર્યું હતું તેમજ પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી ભાષામા વાતચીત કરવાની તક મળી હતી તદુપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ મુલાકાત કરી હતી અને દેશની સરહદોની સુરક્ષા કરતા ત્રણેય પાંખના વડાઓની આ સમારંભમા ઉપસ્થિતિ હતી ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકાના પાણેથા ગામના આ ખેડૂતને અગાઉ ૨૫ થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયાછે તેવામાં છેક ભારતના રાષ્ટ્રપતિના એટ હોમ સમારંભમા હાજરી માટેની તક મળતા ભરૂચ જિલ્લા સહિત આખા ઝગડિયા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું
GOOD