યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://snc.gsyb.in લીંક પર સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન વયજુથ પ્રમાણે કરવાનું રહેશે
ભરૂચ:મંગળવાર: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુર્ય નમસ્કાર સ્પર્ધા કરવામાં આવનાર છે જે સ્પર્ધા ક્રમશ : ગ્રામ્ય/શાળાકક્ષા ; વોર્ડકક્ષા/તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષા તેમજ રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવશે.
યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://snc.gsyb.in લીંક પર સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન વયજુથ પ્રમાણે કરાવી શકશે સ્પર્ધાની વધુ વિગતો અને નિયમો જાણવા માટે ગુગલ પર https://www.gsyb.in/ લીંક ઉપરથી જાણી શકાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૨૩/૧૨/૨૦૨૩ ના રોજ તાલુકા પ્રમાણે (૧) ભરૂચ તાલુકાકક્ષાની સ્પર્ધા તપોવન સંસ્કાર કેન્દ્ર,ભરૂચ ખાતે (૨) અંકલેશ્વર સ્પર્ધા શ્રી સજોદ સાર્વજનિક હાઇસ્કુલ, સજોદ ખાતે (૩) હાંસોટ તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર, પંડવાઇ ખાતે ૪) વાગરા તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી પી. જે. છેડા હાઇસ્કૂલ, દહેજ ખાતે ૫) વાલિયા તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી શારદા વિદ્યામંદિર, ડહેલી ખાતે (૬) નેત્રંગ તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી માધવ વિદ્યાપીઠ, કાંકડકૂઈ ખાતે (૭) ઝગડિયા તાલુકાકક્ષાની સ્પર્ધા ડી. પી. શાહ હાઇસ્કૂલ, રાજપારડી ખાતે ૮) આમોદ તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી સ્વામિનારાયણ સ્કૂલ,આમોદ ખાતે ૯) જંબુસર તાલુકાકક્ષાની સ્પર્ધા શ્રી પૂજા વિદ્યામંદિર, ખાતે છે.
આ ઉપરાંત ૧) ભરૂચ નગરપાલીકા કક્ષાની સ્પર્ધા એમિટી સ્કૂલ,ભરૂચ ખાતે ૨) અંકલેશ્વર નગરપાલિકા કક્ષાની સ્પર્ધા એ.આઈ.ડી.એસ રમત સંકૂલ, અંકલેશ્વર ૩) આમોદ નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી સ્વામિનારાયણ સ્કુલ,આમોદ ખાતે ૪) જંબુસર નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કૂલ,જંબુસર ખાતે યોજાનાર છે. તેમજ તાલુકાકક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જે સ્પર્ધા તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ તપોવન સંસ્કાર કેન્દ્ર,ઝાડેશ્વર, ભરૂચ ખાતે યોજવામાં આવશે.તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Very good planning