=મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એ સરફુદ્દીન ,ખાલપીયા અને જુના કાશીયા ગામ ની મુલાકાત લીધી
=સરફુદ્દીન ગામ ખાતે પોલીસ ને તૈનાત કરાય
અંકલેશ્વર પાસે ના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી એ ભયજનક સપાટી પાર કરતા તાલુકા ના કાંઠા વિસ્તાર ના 14 ગામો પૈકી ત્રણ ગામો ની મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એ મુલાકાત લીધી હતી અને ગ્રામજનો ને સ્થળાંતર કરવા ની સૂચનો આપવામાં આવી હતી ,અને પોલીસ ની ટિમ ને તૈનાત કરવામાં આવી હતી
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી માં વધારો થઇ રહ્યો છે.ત્યારે સરદાર સરોવર માંથી નર્મદા નદી માં પાણી છોડવામાં આવતા આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટ ને પાર કરી હાલ 26 ફૂટે પહોંચી છે .ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ,.નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર તાલુકા ના નર્મદા કાંઠા વિસ્તાર ના 14 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ની જળસપાટી 26 ફૂટે પહોંચતા અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટે 14 ગામો પૈકી કાંઠા ની નજીક આવેલ સરફુદ્દીન ,ખાલપીયા અને જુના કાશીયા ગામ ની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો નદી કિનારે ન જાય તે માટે પોલીસ ની ટીમ ને તૈનાત કરી હતી તેમજ તકેદારી અને સાવચેતી ના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી ,સાથે ગામ ના સરપંચ અને તલાટીઓ ને સ્થળાંતર કરવા અંગે સૂચનો કર્યા હતા