કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા સુરત મુકામે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતીમાં “જળ સંચય જન ભાગીદારી” મિશનના પ્રારંભ સંદર્ભે લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી, જેને પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી સંબોધી હતી.
આ કાર્યક્રમમાં ભરૂચ ખાતે કલેકટર કચેરી વીસીરૂમ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં અને અભિયાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી.
નોંધનીય છે કે, જલશક્તિ મંત્રાલય દ્વારા “નારી શક્તિ સે જલ શક્તિ” થીમ ઉપર જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન “(JSA : CTR) અભિયાન અન્વયે “જળ સંચય જન ભાગીદારી” મિશન દ્વારા જિલ્લાના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લઈને વરસાદી જળસંચયને લગતા કામો તેમજ જળસંચય બાબતે લોકોજાગૃતિ કાર્યક્રમો અને તાલીમોનું આયોજન કરાશે.
