=મેડિકલ કેમ્પ માં આરોગ્યલક્ષી સેવા ઓ પુરી પાડવામાં આવી
=સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કર્મી ઓ ની આરોગ્ય ચકાસણી કરાય
અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામ ખાતે સેવા સેતુ કાર્યકમ માં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત પંચાયત ના સફાઈ કર્મીઓ ની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી
અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સજોદ ગામ ખાતે યોજાયેલા 10 તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં ઓપીડી ,ઇમર્જન્સી સેવા ,લેબોરેટરી સેવાઓ બ્લડ પ્રેસર ની તપાસ સહીત ની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ પીએમજે સહીત ની કામગીરી આ કેમ્પ ના સ્વરૂપ માં રાખવામાં આવી હતી સાથે સ્વચ્છતા હી સેવા ના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામપંચાયત માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ ના આરોગ્ય ની સંભાળ માટે તેઓ ના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પ નો હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ,ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓ એ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા સહીત ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા