ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ખાસ મતદાર સુધારણા કાર્યકમ જાહેર કરાયો
પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરાં કરી રહ્યા હોય તેવા યુવા મતદાર તરીકે નોંધણી કરાવી
અંકલેશ્વર તાલુકા માં તેમજ ગુજરાત રાજ્ય માં મતદાર યાદી માં નામ નોંધણી, સુધારાવધારા કરાવવા કે નામ કમી કરાવવા માટેનો મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે,પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરાં કરી રહ્યા હોય તેવા યુવા મતદાર તરીકે નોંધણી કરાવી શકશે અંકલેશ્વર માં આગામી તા.26 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર ના રોજ મતદાન બુથો ઉપર કામગીરી હાથ ધરવામાં આવશે
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદી નામ નોંધણી, સુધારાવધારા કરાવવા કે નામ કમી કરાવવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરાં કરી રહ્યા હોય તેવા યુવા મતદાર તરીકે નોંધણી કરાવી લોકસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથે મતદાર યાદીને આખરી કરવા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેના ભાગ રૂપે અંકલેશ્વર તાલુકા માં આગામી તા.26 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર ના રોજ મતદાન બુથો ઉપર બીએલઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ મતદાર યાદી માં નામ નોંધણી ,સુધારો વધારો કે નામ કમી કરવા ચૂંટણી પંચ ની વોટર હેલ્પલાઇન એપ અથવા એનવીએસપી જેવા પોર્ટ નો ઉપયોગ પણ કરી શકાશે
Ok