અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કાર્યકરો દ્વારા શહેરમાં બાઈક રેલી કાઢી સ્થાપના દિવસ ની ઉજવણી કરી : પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી કાર્યાલય ખાતે પૂર્ણ થઇ
ભાજપ સ્થાપના દિવસ નિમિતે અંકલેશ્વર માં બાઈક રેલી યોજાઈ હતી. અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કાર્યકરો દ્વારા શહેરમાં બાઈક રેલી કાઢી સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી કાર્યાલય ખાતે પૂર્ણ થઇ હતી.
અંકલેશ્વર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા ભાજપ સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામકુંડ રોડ થી નીકળેલી બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ભાજપના સ્થાપના અને ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા કામો અંગે લોકોને જાણકારી આપી હતી. પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી રેલી શહેર હાંસોટ રોડ થી ભાજપ કાર્યાલય, નગરપાલિકા, ત્રણ રસ્તા સર્કલ સહીત વિવિધ વિસ્તારમાં ફરી કાર્યાલય ખાતે પૂર્ણ થઇ હતી.
