ગુજરાત પ્રદેશ શિવસેના એ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન જાહેર કર્યું
=મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી અને શિવસેના ના નેતા એકનાથ શિંદે એ ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ ને સૂચના આપી
ગુજરાત પ્રદેશ શિવસેના ના પ્રમુખ એસ.આર પાટીલે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ને સમર્થન આપી લોકસભા ની ગુજરાત ની 26 બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો ના પ્રચાર પ્રસાર કાર્ય માં લઇ જવા શિવસેના ના કાર્યકરો ને સૂચના આપી છે
એનડીએ માં સામેલ મહારાષ્ટ્ર ના મુખ્ય મંત્રી અને શિવસેના ના નેતા એકનાથ શિંદે દ્વારા ગુજરાત માં લોકસભા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને સમર્થન જાહેર કર્યું છે.જે અંગે શિવસેના ના નેતા એકનાથ શિંદે દ્વારા ગુજરાત પ્રદેશ શિવસેના ના પ્રદેશ પ્રમુખ એસ.આર.પાટીલ ને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે પ્રદેશ પ્રમુખ એસ.આર.પાટીલ દ્વારા ગુજરાત ના તમામ જિલ્લા તાલુકા અને શહેર ના શિવસેના પ્રમુખો અને હોદ્દેદારો તેમજ કાર્યકરો ને જાણ કરી ભાજપ ના કાર્યકરો સાથે ખભે ખભા મિલાવી ઉમેદવારો ના ચૂંટણી પ્રચાર ના કામે લાગી જવા ની સૂચનો આપી હતી