લોકસભાની ચૂંટણી થાય અને પરિણામ આવે તે પહેલાજ સુરતે ઇતિહાસ રચી દીધો છે. ભાજપની પહેલાથી જ કંઇ નવું અને અનોખું કરવાની સ્ટાઇલ રહીં છે. જેથી આ વખતે સુરતમાં કંઇ અનોખું કરી સી.આર પાટીલ અને હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી અને તેના પરિણામ પહેલાજ એક લોકસભા બેઠકની ભેટ આપી છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની એક એક બેઠકનું ચૂંટણી પહેલાજ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. બપોર સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે, કારણ કે, લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનુ ઉમેદવારી ફોર્મ રદ થયું હતુ. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા. જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે.