.=અર્બન હેલ્થ અને તાલુકા આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ‘સિકલ સેલ એનેમિયા ની ચકાસણી કરાય
= 1 વર્ષ થી લઇ ને 40 વર્ષ સુધી ના લોકો ની સિકલ સેલ એનેમિયા ની ચકાસણી કરવામાં આવી.
અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ આ સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 1 વર્ષ થી લઇ ને 40 વર્ષ સુધી ના લોકો ની સિકલ સેલ એનેમિયા ની ચકાસણી કરવામાં આવી હતી
વિશ્વ સિકલસેલ ડે દર વર્ષે 19 જૂન ના રોજ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે..ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું .સિકલ સેલ એક આનુવંશિક કે વારસા ગત રોગ છે.ત્યારે વિશ્વ સિકલસેલ દિવસ નિમિતે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સિકલ સેલ એનેમિયા ની ચકાસણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1 વર્ષ થી લઇ 40 વર્ષ સુધી ના લોકો ની તપાસ કરવામાં આવી હતી અને 19 જૂન થી 3 જુલાઈ સુધી સરકારી દવાખાના ઓ માં આ અભિયાન ચાલુ રહેશે અને સિકલ સેલ એનેમિયા ની ચકાસણી કરવામાં આવશે