=અંકલેશ્વર તાલુકા મા આરોગ્ય વિભાગ દ્વારા 996 કમર્ચારીઓ તૈનાત કરાયા
=ડબ્લ્યુએચઓ ના મોનીટર હાજર રહ્યા
અંકલેશ્વર માં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવાર નિમિતે શહેર અને તાલુકા મળી કુલ 249 પોલીયો બુથ ઉપર 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો ની રસી પીવડાવવામાં આવી હતી આ પોલિયો રસીકરણ કાર્યક્રમ માં ડબ્લ્યુએચઓ ના મોનીટર હાજર રહી મોનીટરીંગ કર્યું હતું
વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠા છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છે. ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી પોલિયોને જળમૂળ માંથી નાબૂદ કરી શકાય.ત્યારે તા. 23 જૂન એટલે કે, પોલિયો રવિવાર દિવસ નિમિતે અંકલેશ્વર તાલુક આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર મળી કુલ 249 પોલિયો બુથ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર સહીત 996 કર્મચારીઓ જોડાયા હતા અને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવા માં આવ્યા હતા આ પોલિયો કાર્યક્રમ માં.ડબ્લ્યુએચઓ ના મોનીટર ડોક્ટર નંદની જયશ્વાલ હાજર રહી તમામ બુથો ઉપર પોલિયો ની કામગીરી ની સમીક્ષા કરી હતી આ નિમિતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા ,અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.વૈશાલી રૂપાપરા ઉપસ્થિત રહયા હતા