અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માં ચૂંટણી અને મતદાન પ્રક્રિયા અંગે ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 4 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ને ચૂંટણી શું છે અને મતદાન કેવી રીતે કરવું તે પ્રક્રિયાને સમજાવવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારની ચૂંટણી કરીએ છીએ તેવી જ રીતે આ ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉમેદવારી તરીકે વિવિધ પોઝીશનના વિદ્યાર્થીઓ એ ઉભા રહ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓએ તેમને મત આપીને બેલેટ બોક્સ નો ઉપયોગ કરીને તથા સાથે જ શિક્ષકો દ્વારા તેમના આઇડી કાર્ડ એ તેમના આધાર કાર્ડ તરીકે ગણતરી કરીને તેની ચકાસણી કર્યા બાદ તેમના ક્લાસ અને વર્ગ અને તેમની ઉંમર માટેની ચકાસણી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે મતદાનમાં અને તે લોકો 18 વર્ષની ઉંમરે થશે ત્યારે આવી જ રીતે તેમને મતદાન કરવાનું રહેશે ત્યારબાદ મત આપ્યા બાદ તેમના હાથ પર માર્ક કરવામાં આવ્યો હતો જેનાથી વિદ્યાર્થીઓને તેમને મતદાન આપ્યા નો સંતોષ અને એક ઉત્સાહ જોવા મળ્યો હતો.શાળાના આચાર્ય ગંગાધર તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાન પ્રક્રિયા માં ખૂબ જઉત્સાહથી ભાગ લીધો હતો