કેડિલા ફાર્માસ્યૂટિકલ સંચાલિત ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ,હાંસોટ CSR પ્રવૃતિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ,સ્વાસ્થ્ય,પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે. જેના ભાગરૂપે તારીખ ૪ જુલાઇ ,૨૦૨૪ ના રોજ આર.કે.વકીલ સ્કૂલ ઇલાવ , આશ્રમ શાળા ઇલાવ,પ્રાથમિક શાળા સાહોલ, ધ્રુવમ સરસ્વતી વિધ્યામંદિર સુણેવકલ્લા, ખાતે વૃક્ષારોપણ શાળાના વિધ્યાર્થી સાથે મળીને કરવામાં આવ્યું .
કાર્યક્રમ દરમિયાન કાકાબા હોસ્પિટલના સ્ટાફ , શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો અને શાળાના વિધ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય પ્રયાસ વિધ્યાર્થીને શાળામાં સ્વચ્છ ,પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તેમજ શિક્ષણની સાથે સાથે વૃક્ષોનું મહત્વ સમજે અને પોતાના દ્વારા રોપેલ વૃક્ષનું જતન કરે તે માટેનો છે. વૃક્ષારોપણ કરી શાળાના વિધ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.