=બાળક ને ફેફસા ની કમજોરી ના કારણે ફેફસા ની નળી નું બલ્ડ પ્રેસર વધારે હતું
=હોસ્પિટલ ના તબીબ ડો.નીરજ ગુપ્તા એ આયુષ્યમાન ભારત યોજના માં સફળ સારવાર કરી
=બાળક ના માતાપિતા માં અપાર ખુશી
અંકલેશ્વર ની બાળકો ની મમતા હોસ્પિટલ માં દાખલ થયેલ બાળક ને નવું જીવનદાન મળ્યું છે.બાળક ને ફેફસા ની કમજોરી ના કારણે ફેફસા ની નળી નું બ્લડ પ્રેસર વધારે હોવા ના કારણે બાળક ની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલ ના તબીબ ડો.નીરજ ગુપ્તા એ આયુષ્યમાન ભારત યોજના માં મહિના ઉપરાંત ની સફળ સારવાર કરી ને બાળક ને નવું જીવનદાન આપતા બાળક ના માતાપિતા માં અપાર ખુશી જોવા હતી
ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહિમ મીરઝા ની પત્ની અરજુમનબેને ભરૂચ માં બાળકો ની હોસ્પિટલ ખાતે બાળક ને જન્મ આપ્યો હતો ,જો કે જન્મતા જ બાળક ને ફેફસા ની કમજોરી ના કારણે ફેફસા ની નળી નું બલ્ડ પ્રેસર વધારે હતું જેના કારણે બાળક ની હાલત અત્યંત ગંભીર હોવાથી મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેન ભરૂચ ની હોસ્પિટલ માંથી તાત્કાલીક ગંભીર હાલત માં બાળક ને લઇ અંકલેશ્વર ની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા ,જ્યાં હોસ્પિટલ ના તબીબ ડો.નીરજ ગુપ્તા એ બાળક ને દાખલ કરી સારવાર શરુ કરી હતી જો કે આ હોસ્પિટલ માં આયુષ્યમાન ભારત યોજના ની સુવિદ્યા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળક ની સારવાર શરુ કરી હતી ,બાળક અત્યંત ગંભીર હાલત માં હોવાથી ડો.નીરજ ગુપ્તા એ બાળક ને તાત્કાલીક નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફિકવેન્સી વેન્ટીલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરુ કરી હતી જેમાં ડો.નીરજ ગુપ્તા એ બાળક ને 2 દિવસ નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ ઉપર અને 10 દિવસ હાઈ ફિકવેન્સી વેન્ટીલેટર ઉપર રાખતા બાળક ની હાલત માં સુધારો થયો હતો ,જો કે બાળક ને એક મહિનો અને દશ દિવસ ની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેના માતાપિતા ની આંખ માં હર્ષ ના આંસુ છલકાય ગયા હતા પોતાના વ્હાલસોયા બાળક ને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેન ના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલ માંથી રજા આપતા ડો.નીરજ ગુપ્તા સહીત ના સ્ટાફે પણ તેઓ ની ખુશી માં સામેલ થયા હતા અને પોતાના વ્હાલાસોયા બાળક ને લઇ પોતાના ગામ વિલાયત રવાના થયા હતા ,