વાલિયા ના દોદવાડા ગામ ખાતે આવેલી શ્રી જય માતાજી આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિનો મુખ્ય હતું બાળકોમાં નેતા ગીરી નો ગુણ વિકસે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એ મુખ્ય હેતુ છે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ત્યારબાદ બાળકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયાને લઇ વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબદારી આપવામાં આવી હતી જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે. મોબાઇલ એપ નો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .ચૂંટણીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કર્યું ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.