વાલિયા ના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાળીદાસ રોહિત દ્વારા ગામમાંથી બોલાવે એસએમસી અને વાલિઓ ઓને પ્રકૃતિ શું છે અને તેનું રક્ષણ કેમ કરવું તેની સમજ આપવામાં આવી તે સમજ આપતા આચાર્ય કાલિદાસે આ રીતે જણાવ્યું કે જો આપણે વૃક્ષો વાવીએ અને તેનો છેદન કરતા જઈશું તો આવતીકાલે માનવજીવન પણ મોટું જોખમ આવશે વૃક્ષો આપણને ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે પાણીની જાળવણી કરો હવા સુધ્ધા રાખો.
તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકથી આપણી જમીન દિવસે દિવસે બંજર થતી જાય છે અને આવતીકાલે આ પ્લાસ્ટિકની રીતે આપણી જમીનમાં કંઈ પાકશે નહીં તો માનવ જીવન જોખમમાં મુકાશે ત્યાર પછી એસએમસી સભ્યો અને બાળકોને દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. તેમજ સરકારના આયોજન મુજબ હાલમાં શિક્ષા સપ્તાહ ચાલે છે જેમાં દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે