મેનેજીંગ કમીટી માં નવા પ્રમુખ સાથે હોદેદારો ની નિયુક્તિ કરાઈ : ટૂંક માં માં એ.જી.એમ માં સત્તાવાર પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવશે : નવા પ્રમુખ સામે ઉદ્યોગ ના વિવિધ કનડગત પ્રશ્નો નોટીફાઈડ રહેણાંક વિસ્તાર ની જટિલ સમસ્યા સાથે ના અનેક પડકાર
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ તરીકે હિંમત સેલડિયા ની વરણી કરાઈ હતી. મેનેજીંગ કમીટી માં નવા પ્રમુખ સાથે હોદેદારો ની નિયુક્તિ કરાઈ હતી. ટૂંકમાં માં એ.જી.એમ માં સત્તાવાર પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવશે. નવા પ્રમુખ સામે ઉદ્યોગ ના વિવિધ કનડગત પ્રશ્નો નોટીફાઈડ રહેણાંક વિસ્તાર ની જટિલ સમસ્યા સાથે ના અનેક પડકારોનો સામનો કરવો પડશે.
અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તાર ની કમાન્ડ સંભાળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના નવા પ્રમુખ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની 3ઓ સભ્યો ની વર્કિગ મેનેજીંગ કમિટી ની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક માં આગામી વર્ષ 2024-25 ના વર્ષ ના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડિયા, ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુ ભાઈ પટેલ , જનરલ સેક્રેટરી તરીકે હરેશ પટેલ, ટ્રેઝરર તરીકે ડૉ. દેવ શરણ સીંગ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ડૉ. ઉમેશ ગોંડલીયા ની નિમણૂક કરાઈ હતી. આગામી દિવસ માં એ.આઈ.એ ની એ.જી.એમ માં સત્તાવાર રીતે નવા પ્રમુખ અને હોદ્દેદારો અંગે ઠરાવ પસાર કરી નિમણૂક કરવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં અનેક સમસ્યા નું નિરાકરણ કરાયું છે અને ઘણા પ્રોજેક્ટ હજુ કામગીરી ચાલી રહી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે તેમ પૂર્વ પ્રમુખ જશુ ચૌધરીએ જણાવ્યું હતું. તો નવ નિયુક્ત પ્રમુખ હિંમત શેલડીયા એ જણાવ્યું હતું. કે ઉદ્યોગોના મુખ્ય જીપીસીબી ના ને જીઆઇડીસી ના પ્રશ્નો નું ટૂંક માં નિરાકરણ કરવામાં આવશે.અંકલેશ્વર માં વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ થાય તેમજ રહેણાંકના પાણીના પ્રશ્નો નું વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તેમાં માટે ટીમ કાર્યરત રહેશે.