ખેડૂત દ્વારા પાનોલી ની એનસીટી માં જતી લાઈન માં લીકેજ ને કારણે તળાવ માં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ની ફરિયાદ
:= જીપીસીબી માં ફરિયાદ કરતા જીપીસીબી ની મોનીટંરીગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી
અંકલેશ્વર ના પીરામણ ગામ ની સીમ માં ખેડૂત ના ખાનગી તળાવ માં અસંખ્ય માછલાં ના મોત ની ઘટના સામે આવી છે. તળાવ માં મત્સ્ય ઉદ્યોગ કરતા ખેડૂત દ્વારા પાનોલી ની એનસી ટી માં જતી લાઈન માં લીકેજ ને કારણે તળાવ માં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ કરી હતી. જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી માં ફરિયાદ કરતા જીપીસીબી ની મોનીટંરીગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વર ના પીરામણ ગામની હદમાં આવેલા સર્વે નંબર 71 પાસે આવેલ ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલ યુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે. જેના પરિણામે મસ્ત્ય ઉછેર કરી તેની ખેતી કરતા ખેડૂત ઇકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થતા ખેડૂત ને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
જાગૃત નાગરિક જુનેદ પાંચભાયાએ આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને જાણ કરતા જીપીસીબી ની મોનીટરીગ ટીમ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા હતા. તેમજ પ્રદુષિત પાણી ક્યાંથી આવ્યું તે અંગે તપાસ શરુ કરી હતી. જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીયા એ જણાવ્યું હતું કે પાનોલી જીઆઇડીસી ની લાઈન બાજુમાં થી પસાર થાય છે જયારે તળાવ નજીક 10 વર્ષ જૂની ડેડ લાઇન આવેલ છે જે બંધ છે ત્યારે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ શરુ કરી પાનોલી નોટિફાઈડ વિભાગ ને લીકેજ હોય તો શોધી રીપેર કરવા ની તાકીદ કરી છે.અને ખેડૂતે પાનોલી ની એન.સી.ટી તરફ જતી લાઈન માં લીકેજ છે.જેને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે,ત્યારે . જીપીસીબી દ્વારા પાણી ના સેમ્પલ લઇ પાનોલી નોટીફાઇડ કચેરી ને જાણ કરી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે