=ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો =કાર ચાલક સહીત અન્યો નો બચાવ.
અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નેશનલ હાઇવે બ્રિજ ઉપર અચાનક કાર માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ,કાર ચાલકે સમયસૂચકતા વાપરી અન્ય વ્યક્તિઓ સાથે કાર માંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો ફાયર ફાયટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે પર રાજપીપલા ચોકડી ઓવર બ્રિજ ઉપર થી પસાર થઇ રહેલી કાર માં અચાનક આગ દેખતા કાર ચાલકે કાર ને સાઈડ ઉપર ઉભી કરી કાર માં સવાર અન્ય વ્યક્તિઓ સાથે બહાર નીકળી ગયા હતા ,જો કે આગ સમગ્ર કાર માં ફેલાય જતા તાત્કાલીક અંકલેશ્વર ફાયર બ્રિગેડ માં જાણ કરતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ,જો કે આગ માં કાર બળીને ખાખ થઇ ગઈ હતી સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી
