=,પંડવાઈ સુગર નાં ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે શાસ્ત્રોક્ત વિધી દ્વારા શેરડીનું પીલાણ શરુ કરાયું
=ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્રારા આશરે ૬ લાખ શેરડીનાં પિલાણનો અંદાજ આંકવામાં આવ્યો
હાંસોટ ના પંડવાઈ પાસે ની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી માં સુગર નાં ચેરમેન અને અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે શાસ્ત્રોક્ત વિધી દ્વારા શેરડી ના પીલાણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલીયા, અને સુરત જિલ્લા ના ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકાનાં ખેડૂતમિત્રોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી, પંડવાઈ નાં ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગર નાં ડિરેક્ટર યશવંતભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શંકુન્તલાબેન પટેલના હસ્તે શેરડીનું પિલાણ શાસ્ત્રોક્ત વિધીથી શરૂ કરવામાં આવ્યું હતું. ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્રારા રોજ નું 5 હજાર ટન શેરડી નું પીલાણ કરી સીઝન માં આશરે ૬ લાખ મેટ્રિક ટન શેરડીનાં પિલાણનો અંદાજ આંકવામાં આવી રહયો છે.સાથે ખેડૂતો ને શેરડી ના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશય સાથે આજ થી શેરડી ના પીલાણ ની શરૂઆત કરવામાં આવી છે
આ પ્રસંગે સંસ્થાનાં વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ,સહીત ના ડિરેકટરો સુગર ના . મેનેજીંગ ડીરેકટર મુકેશ પટેલ, સભાસદ ખેડૂતો અને સંસ્થાનાં અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.