=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાં ઉપસ્થિત રહ્યા
=ભાજપ ના તમામ મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાં ઉપસ્થિત રહ્યા હતા .
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળીના તહેવારો બાદ ઠેર ઠેર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપના સ્નેહમિલન સમારોહનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા ની અધ્યક્ષતા હેઠળ પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન સમારોહમાં , દિવ્યેશ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ ,અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,હાંસોટ તાલુકા પ્રમુખ રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકરોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.આ સમારોહ માં તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
