=બિલ્ડીંગ ના ચોથા માળે બાળક ઘરમાં થઈ ગયું હતું લોક
=: પાનોલી ફાયર બ્રિગેડ ની રેસ્ક્યુ ટીમ તેરસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં કર્યો પ્રવેશ
=: ફાયર બ્રિગેડના જવાનો એ બાળકને હેમખેમ કાઢ્યો બહાર
અંકલેશ્વર ના સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. બિલ્ડીંગ ના ચોથા માળે બાળક ઘરમાં બેડરૂમ માં રમતા રમતા પ્રવેશ્યું હતું. અંદર પ્રવેશી દરવાજો બંધ કરી દેતા લોક થઇ ગયું હતું.,પાનોલી ફાયર બ્રિગેડ ની રેસ્ક્યુ ટીમ ટેરેસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી બાળકને હેમખેમ કાઢ્યો બહાર હતો.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ના નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટ માં ચોથા માળે રહેતા ધાનાજી ભાઈ વસાવા નો એક દોઢ વર્ષીય વિહાન ઘર ના હોલ માં રમી રહ્યો હતો જયારે માતા રસોડા માં રસોઈ કરી હતી તે દરમિયાન દોઢ વર્ષીય વિહાન રમતા રમતા બેડરૂમ માં પહોંચી ગયો હતો. ત્યાં અંદર થી તેના થી અનાયાસે દરવાજો લોક થઇ ગયો હતો. જે ન ખુલતા તે રડવા લાગ્યો હતો. અને બુમાબુમ કરતા માતા દોડી આવી હતી. અને દરવાજો તોડવાની કોશિશ કરી હતી . વધુમાં બેડરૂમ ની બારી પણ બંધ હતી જેને લઇ બેડરૂમમાં રડતા બાળકને હવે હેમખેમ બહાર કાઢવો પણ પરિવાર માટે પડકાર જનક બની ગયું હતું, આ અંગે બિલ્ડીંગ માં જ રહેતા સામાજિક કાર્યકર રજનીશ સિંગ ને જાણ થતા તેઓ પરિવાર ની મદદે આવી આ અંગે ની જાણ પાનોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો બિલ્ડીંગના ટેરેસ પરથી મકાનની ગેલેરીમાં ઉતરીને સફળતા પૂર્વક બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને દોઢ વર્ષીય વિહાન નું રેસ્ક્યુ કર્યું હતું. પોતાના પુત્ર હેમખેમ બહાર આવતાં પરિવાર માં ખુશી છવાઈ ગઈ હતી. .
