=. સુવા તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો
વાગરા તાલુકા ના સુવા ગામે અંકલેશ્વર ની જયાબેન મોદી હૉસ્પિટલ અને ઘરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સુવા તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો .
વાગરા તાલુકાના સુવા ગામે ગ્રામ પંચાયત ખાતે અંકલેશ્વર ની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયલીટી હોસ્પિટલ અને ઘરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં જરૂરિયાતમંદ લોકો ને નિશુલ્ક ચશ્માં પણ આપવામાં આવ્યા હતા . આ કેમ્પમાં આંખ રોગના , હાડકા રોગના, સ્ત્રીરોગના, બાળક રોગના, જનરલ ફિજીશિયન, જનરલ સર્જન આ તમામ રોગના નિષ્ણાત તબીબો એ સેવા આપી હતી, અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી, દવાઓ અને આંખનાં ટીપાં, ચશ્મા નિશુલ્ક આપવામાં આવ્યા હતા. સુવા તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. લોકોના ચહેરા ઉપર એક સંતોષજનક સ્મિત ઉભરી આવ્યું હતું.
આ કેમ્પ નું સી.એસ.આર ના ભાગરૂપે સમુદાય નિવારણ આરોગ્ય સંભાળના હેતુસર ઘરડા કેમિકલ્સ દ્વારા આયોજન કરાયું હતું, આ પ્રસંગે ઘરડા કેમિકલ્સ ના ઉત્તમ એચ ખત્રી, એચ આર હેડ રાજેશ પટેલ અને ફિલ્ડ ઓફિસર છાયાબેન પટેલ ગામના સરપંચ મંજુલાબેન રાઠોડ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા