=નર્સીંગ કોર્ષ ની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશન 9. 87 લાખ રૂપિયા 29 વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાનો આક્ષેપ
=: નર્સિંગ કોલેજ વિદ્યાર્થીનીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ
:= બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી
=: વલસાડ ના આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યમાં અનેક સ્થળે બોગસ નર્સિંગ કોલેજ હોવાના આદિવાસી સમાજ ના આક્ષેપ કર્યા હતા
અંકલેશ્વર માં નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નર્સિંગ કોર્સ ની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશન 9. 87 લાખ રૂપિયા 29 વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદ માં કરવામાં આવ્યો છે. નર્સિંગ કોલેજ વિદ્યાર્થીનીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ સાથેની બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી છે. વલસાડ ના આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યમાં અનેક સ્થળે બોગસ નર્સિંગ કોલેજ હોવાના આક્ષેપ કર્યો હતો.
એન્જલ કોમ્યુનિટી કોલેજ ના ડાયરેક્ટર અને સ્થપાક દ્વારા અંકલેશ્વર ની સિંગ્નેચરીયા ગેલેરીયા મહાવીર ટર્નીંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે. જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે કોલેજ માંજનરલ નર્સીંગ મિડવાઇફરી ના નામે કોર્સ ના ક્લાસીસ માં કોમ્યુટર શીખવામાં આવી રહ્યું હોવાની સાથે રહેવા -જમવા માટે હોસ્ટેલ ની સેવા આપી હતી જો કે ભાડા ના મકાન માં યુવતીઓ ને રાખી તેનું પણ ભાડું વસુલ કરવામાં આવી રહ્યું હતું
. એડમિશન વખતે અસલ માર્કશીટ , સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ . જાતિનો દાખલો, આવક દાખલો , અસલ બેંક પાસબુક, એ.ટી.એમ કાર્ડ , કોરા ચેકો , આધાર કાર્ડ , અને એડમિશન ના રૂ.8 હજાર લઇ તેની રસીદ આપી હતી. વર્ષ પૂર્ણ થતા પરીક્ષા ની વાત કરતા તમારી વાર્ષિક અને પરીક્ષા ફી ન ભરી હોવાથી પરીક્ષા લેવાની યુનિવર્સિટી ના પાડી રહી છે. અને તેના નામે 35 હજાર રૂપિયા ભરી દો પરીક્ષા આપવા દેવામાં આવશે. જે ફી ભર્યા બાદ સુરત સ્થિત મહાવીર યુનિવર્સિટી લઇ ગયા હતા જ્યાં પરીક્ષા ફીના નામે રૂ.3 હજાર અને પરીક્ષા માં પાસ કરવા રૂ.3 હજાર અને 2500 રૂપિયા યુવતી ઓ પાસેથી લીધા હતા. જે બાદ પરીક્ષા નું રિઝલ્ટ માગતા તમારી સ્કોલરશીપ આવી નથી કહી રિઝલ્ટ અટક્યું હોવાનું જણાવ્યું હતું
. જે બાદ જે યુવતીની સ્કોલરશીપ આવી હતી તેને બારોબાર ઉપાડી લીધા હતા. જે બાદ પોતાની સાથે ફ્રોડ થઇ રહ્યું હોવાની શંકા વિદ્યાર્થીની રશ્મિ વસાવા ને થતા તેણે સમાજ ના આગેવાનો અને વલસાડ ના સામાજિક આગેવાન સુરેશ પટેલ ને તમામ હકીકત જણાવતા તેઓ સાથે અંકલેશ્વર આવી નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના ચેતના રાવ, તેના ભાઈ અને એન્જલ કોમ્યુનિટી કોલેજ ના ડાયરેક્ટર અને સ્થપાક સામે ક્લાસીસ ની 29 વિદ્યાર્થીની ઓની સહી સાથે લેખિત માં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઇ આ અંગે વધુ તપાસ શરુ કરી છે . ફરિયાદ માં 29 વિદ્યાર્થીની ઓ સાથે ફી ના રૂપિયા 4.લાખ 74 હજાર સ્કોલરશીપ ના રૂ.5.લાખ 13 હજાર .800 મળી કુલ 9.લાખ 87. હજાર 800 રૂપિયા ની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે