=ભાવનગર થી મહાવીર અગ્રવાત તેમના બે મિત્રો મિતેષ ચાવડા અને ચેતન ભટ્ટી સાથે સુરત જઈ રહ્યા હતા
=.વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો.હોવાનું પ્રાથમિક અનુમાન
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના શેરા ગામ નજીક પુરઝડપે સુરત જઈ રહેલી કાર ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગર ના ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જયારે અન્ય એક યુવક નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું .વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો.હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
.ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટી .માં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાત તેમના બે મિત્રો 20 વર્ષીય મિતેષ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઇ સુરત જઈ રહ્યા હતા તેઓ વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચે ના સ્ટેટ હાઇવે ઉપર થી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન .હાંસોટના શેરા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પુરપાટ કાર ડિવાયડ૨ કુડાવી સામેની લેનમાં ઘુસી ગઈ હતી. જ્યાં વૃક્ષમાં ધડાકાભેર અથડાતા આગળની બે એરબેગ ખુલવા છતાં અંદર બેસેલા ત્રણેય યુવાનોના જીવ બચી શક્યા ન હતા.મૃતક મહાવીર અગ્રવાતની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાંસોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.