12 ટીમ વચ્ચે ચોથી સીઝન યોજાશે
:= વિવિધ ટીમ ના ઓનર દ્વારા ટીમ ના ખેલાડીઓ ની ખરીદ તેમજ આઇકોન ખેલાડી ઓ ની પસંદગી કરાઈ
નેશનલ હાઇવે 48 ને અડી ને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગ 2024 નું ઓક્સન યોજાયું હતું. 12 ટીમ વચ્ચે યોજાનાર પાંચમી સીઝન માં વિવિધ ટીમ ના ઓનર દ્વારા ટીમ ના ખેલાડીઓ ની ખરીદ તેમજ આઇકોન ખેલાડી ઓ પસંદગી કરાઈ હતી.
નેશનલ હાઇવે 48 ને અડી ને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે . ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2024 ની પાંચમી સીઝનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઇ રહી છે. .આ 12 ટીમના ખેલાડીઓ માટે નું ઓક્સન કોસંબા ખાતે આવેલ ફિશબોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં નર્મદા થી લઇ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોહરા સમાજ ના ગામો ના કુલ 421 યુવા ખેલાડી ઓનું ઓકસન કરવા માં આવ્યું હતું જેમાં 12 ટિમો ના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમ ના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી.અને સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ ના સુરત અને ભરૂચ જિલ્લા ના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.