અંકલેશ્વરના જુના કાસીયા ગામે અથાણાં ના ગુંદાની ખેતી નો મબલક પાક ઊતર્યો
ઉનાળા ની સીઝન માં ગુંદા નું અથાણું અનેક પરિવારમાં સૌથી વધુ પ્રચલિત અને સ્વાદિષ્ટ વ્યંજન
અથાણાં ના ગુંદા અન્ય ગુંદા કરતા કદ માં મોટા હોય છે : ખેડૂતો ને માર્કેટ માં 20 કિલો ના 600,થી 700 રૂપિયા ભાવ મળી રહ્યો છે
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને અથાણાની સીઝન આવી રહી છે ત્યારે અથાણાં ના ગુંદા મળવા બહુ અઘરા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે એક ખેડૂતે પોતાના ખેતર સેડા ઉપર ગુંદાનું વાવેતર કરીને એમાં મબલક પાક ઉતાર્યો છે.ગુંદા ની ખેતી માં કોઈ માવજત અને ખર્ચ થતો નથી ત્યારે ખેડૂત ને હાલ માં અંકલેશ્વર ની માર્કેટ માં 20 કિલો ના 600 થી 700 રૂપિયા ભાવ મળી રહ્યો છે.
ઉનાળાની સીઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓ ની અથાણા બનાવવાની સીઝન કહેવાય. એમાં પણ રાબેતા મુજબ કેરી, મરચા, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે જ છે.ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ ત્યારે અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યા માં હવે ગુંદા ની ખેતી કરી રહ્યા છે જુના કાંસિયા ગામે એક ખેડૂત ચાર વર્ષ અગાઉ ખેતર ના શેઢા ઉપર ગુંદા ના બીજનું વાવેતર કરી ચૂક્યા અને આજે એનું ફળ મેળવી રહ્યા છે. જુના કાસીયા ગામના ખેડૂત રાજદીપ ઠાકોર આજથી ચાર વર્ષ પહેલા અથાણાં માટે ખાસ વપરાતા ગુંદા ના બીજ વાવ્યા હતા. જેનું પરિણામ હવે આજે તમને મળી રહ્યું છે. તેઓ ખેતર ના શેઢા ઉપર ફક્ત ચાર જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવજતની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણી ની પણ જરૂર નથી હોતી. એ એની રીતે જ ફૂલે અને ફાલે છે અને એની પાછળ કોઈ ખર્ચો હોતો નથી.ત્યારે કેરી ની જેમ ગુંદા નો પાક પણ ઉનાળા ની સીઝન .માં શરુ થાય છે,અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદા નો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપર થી ,ઓછામાં ઓછા 20 થી 30 કિલો ગુંદા નો ફાલ ઉતરે છે.ત્યારે ખેડૂત ને કોઈ પણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલ ગુંદા નો અંકલેશ્વર અને ભરૂચ ના શાક માર્કેટમાં 20 કિલોના રૂપિયા 600 થી 700 ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂત રાજદીપ ઠાકોર માટે ગુંદા નો પાક ફાયદાકારક રહયો છે. ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તો કેવું હોય ગૃહિણીને જ ખબર પડે. જે રીતે બનતું હોય ત્યાર પછી એવા પરિવારમાં પણ એનો ખ્યાલ આવે કે ખરેખર ગુંદા સ્વાસ્થ્ય માટે પણ અને સ્વાદ માટે પણ સર્વોત્તમ છે