હાંસોટ કંટીયાજાળ રોડ પર તબેલામાં 2 ગૌવંશની કતલ ના મામલે પોલીસે શખ્સ ની ધરપકડ કરી હતી. હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા. ગૌવંશ કતલ ને લઇ મામલો ગરમાયો હતો. હાંસોટ પોલીસ મથકે ટોળા જામ્યા હતા.
. હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે હાંસોટ કંટીયાળજાળ રોડ પર તબેલામાં ગૌ વંશની કતલ કરવામાં આવી રહી છે. જે માહિતી ના આધારે હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી દરોડા પાડયા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે તબેલામાંથી ઇસ્માઇલ મહંમદ પટેલની અટકાયત કરી હતી જ્યારે અન્ય ચાર શખ્સ ફરાર થઇ ગયા હતા. પોલોસે શંકાસ્પદ માંસને એફ.એસ.એલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યું હતું અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.