=અંકલેશ્વર હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નું સન્માન કરાયું
અંકલેશ્વર હાંસોટ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2005 પહેલા સેવામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના નો અમલ કરવામાં આવતા અંકલેશ્વર હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું
1 એપ્રિલ 2005 પહેલા સેવામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજનો નો અમલ કરવામાં આવતા કર્મચારી આલમ માં ખુશી નો માહોલ સર્જાયો હતો ,રાજ્ય સરકાર દ્વારા આ પેન્શન યોજના નો અમલ કરવામાં આવતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ નિલેશ પટેલ .હાંસોટ તાલુકા પ્રાથમિક સંઘ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલ ,મંત્રી ભાવેશભાઈ ,જિલ્લા કારોબારી સભ્ય દિપક સોલંકી ,અંકલેશ્વર તાલુકા પ્રાથમિક સંઘ ના પ્રમુખ દિલીપ પટેલ ,મંત્રી ધર્મેન્દ્ર મહિડા સહીત ના શિક્ષકો દ્વારા પંડવાઈ સુગર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નું મુલાકાત લીધી હતી અને પુષ્પગુચ્છ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નું સન્માન કરી મોઢું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ આ તબક્કે તમામ શિક્ષકો ને શુભેચ્છા પાઠવી હતી અને વર્ષ 2005 પછી ના સરકારી કર્મચારીઓ માટે પણ સરકાર ટૂંક સમય માં નિર્ણય લેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો