=રૂ 75 લાખ ના ખર્ચે પ્લાન્ટેશન અને ગ્રીનરી .ડિકોરેટીવ લાઈટ ,ડિવાઈડર નું બ્યુટીફીકેશન ,એપ્રોચ રોડ ની સફાઈ નો સમાવેશ કરાયો
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના ત્રણ રસ્તા સર્કલ થી સ્ટેશન સુધી ના રૂ 75 લાખ ના ખર્ચે તૈયાર થનાર આઇકોનીક રોડ ના કામ નું નગરપાલિકા ના પ્રમુખ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ રસ્તા સર્કલ થી સ્ટેશન સુધી ના રોડ ને આઇકોનીક રોડ તરીકે વિકસાવવા માટે રૂ 75 લાખ 34 હજાર ની ફાળવણી કરવામાં આવી છે.આ રોડ ઉપર નગર પાલિકા દ્વારા ડિવાઈડર નું બ્યુટીફીકેશન અને પેવર બ્લોક ,ડિકોરેટીવ લાઈટો તથા ફ્લડ લાઈટ ,તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કીઓસ્કસ ડીજીટલ બોર્ડ અને એપ્રોચ રોડ ની સફાઈ ના કામ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આઇકોનીક રોડ ના કામ નું નગર પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્ત પ્રસંગે નગર પાલિકા ના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત નગરપાલિકા ના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .