=ભરૂચીનાકા સ્થિત ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરાયા
=શહેર ભાજપ ,નગર પાલિકા ,આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય
અંકલેશ્વર માં ભગવાન બિરસા મુંડા જન્મ જ્યંતી નિમિતે ભરૃચી નાકા ખાતે આવેલ બિરસા મુંડા ની પ્રતિમા ને શહેર ભાજપ ,નગર પાલિકા , ,આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી
બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે જન્મજયંતિ છે.અમર બિરસાને આજે ભગવાન ધરતી આબા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા.ત્યારે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત ના હોદ્દેદારો ,નગર પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,સહીત પાલિકા ના સભ્યો ,વિશ્વ હિન્દૂ પરિષદ ના અજય મિશ્રા સહીત ના આગેવાનો અને આદિવાસી સમાજ ના અરવિંદ વસાવા ,જગદીશ વસાવા સહીત ના આગેવાનો એ ભરૂચી નાકા ખાતે પ્રસ્થાપિત લોકનાયક બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કર્યા હતા