વન વિભાગ 2000 થી વૃક્ષ ની ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાયું
=: ખાસ કરી લાંબુ આયુષ્ય ધરાવતા, ધાર્મિક મહત્વ ધરાવતા અને ઔષધ યુક્ત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
:= વૃક્ષ ના ઉછેર માટે ખાસ વ્યવસ્થા કરતા પાણી પિયત માટે ટેન્કર તેમજ અન્ય કાળજી લેવાની શરૂઆત કરી
અંકલેશ્વર વન વિભાગ દ્વારા હરિત વન પથ અંતર્ગત અંકલેશ્વર હાંસોટ દાંડી હેરિટેજ રોડ હરિત પથ બનાવવામાં આવ્યો છે. વન વિભાગ 2000 થી વૃક્ષ ની ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાયું
ખાસ કરી લાંબુ આયુષ્ય ધરાવતા, ધાર્મિક મહત્વ ધરાવતા અને ઔષધ યુક્ત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષ ના ઉછેર માટે ખાસ વ્યવસ્થા કરતા પાણી પિયત માટે ટેન્કર તેમજ અન્ય કાળજી લેવાની શરૂઆત કરી છે.
વન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ માર્ગો પર વનીકરણ કરવા માટે વિશેષ પ્રોજેક્ટ હરિત વન પથ અમલ માં મુક્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર વન વિભાગ દ્વારા અંકલેશ્વર હાંસોટ દાંડી હેરિટેજ માર્ગ ને યોજના માં આવી લેવામાં આવ્યો છે. અને 15 દિવસ માં જ આ માર્ગ પર 2000 થી વધુ વૃક્ષો ની નિયત અંતરે વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસા ના ઉત્તરાર્ધમાં યોજના અમલ માં મુકવામાં આવી હતી. જે અંતર્ગત ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો ની વાવેતર કરવામાં આવ્યું છે. જે યોજના માં પણ વિશેષ પ્રકરણ વૃક્ષો ની વાવેતર કરવા નિયત પ્રજાતિ માં સૌથી લાબું આયુષ્ય ધરાવતા, ધાર્મિક મહત્વ ધરાવતા જેવા કે પીપળો, વડ, ઓષધી યુક્ત વૃક્ષ ની પસંદગી કરવામાં આવી છે. માર્ગ પર અંકલેશ્વર પુન ગામ થી લઇ હાંસોટ ના દિગસ સુધી અંદાજે 12 થી 15 કિ મી માર્ગ પર જ્યાં વૃક્ષ નથી ત્યાં બને તરફ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરી કાર્બન ડાયોક્સાઇડ સોસી ને વધુ ઓક્સિજન આપી શકે તેવા વૃક્ષો ની વાવેતર માં પણ કાળજી લેવામાં આવી છે. જેને લઇ પર્યાવરણ જાળવણી સાથે સાથે હરિત પથ એન ગ્રીન શેડ ઉભો કરી શકાય.