=જીઆઇડીસી પોલીસે રોકડા રૂપિયા 31 હજાર કબ્જે કર્યા
અંકલેશ્વર જીઆઇડીસી માં સેન્ટર પોઇન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માં સિક્યુરિટી ગાર્ડની રૂમમાંથી જીઆઇડીસી પોલીસે જુગાર રમતા આઠ જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 31 હજાર 800 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સેન્ટર પોઇન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડની રૂમમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે માહિતી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 31 હજાર 800 કબ્જે કર્યા હતા અને જુગાર રમતા કાપોદ્રા ગામની રમણીય રેસિડેન્સીની વોચમેનના રૂમમાં રહેતો જનકબહાદુર લાલબહાદુર બિસ્ટ, અકકલબહાદુર જવાનસીંગ બિસ્ટ, પુરન કૌસે સુનાર,, કમલ બહાદુર દેવ કડાયત અને સંતોષ કરન બહાદુર ચંદ,.કમલ નંદસીંગ ભાટ , ધનબહાદુર નરબહાદુર ક્ષેત્રિય, તેમજ શેરબહાદુર ભવનસીંગ બિસ્ટને ઝડપી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે