= ભરૂચીનાકા પાસે જલારામ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાપ્રસાદી નું આયોજન કરાયું
=: મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપા ના દર્શનાર્થે ઉમટી પડ્યા
અંકલેશ્વર ના ભરૂચી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપા ની 225 મી જન્મ જયંતિ ની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવી હતી જલારામ બાપાના મંદિર ખાતે રાણા સમાજ દ્વારા પૂજા અર્ચના હોમ હવન તેમજ ભજન કીર્તન સહીત શોભાયાત્રા અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપા ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
સમગ્ર વિશ્વમાં તેની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની 225 મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ના ભરૂચી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે રાણા સમાજ દ્વારા હોમ હવન ,સહીત ધાર્મિક કાર્યક્રમો અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાના મંદિર ખાતે સવાર થી જ જલારામ બાપા દર્શન માટે ભક્તો ની લાંબી કતારો લાગી હતી સાથે મહિલા ભજન મંડળ દ્વારા ભજન ની રમઝટ બોલાવી હતી સાથે ભક્તો એ મહાયજ્ઞ નો લ્હાવો લીધો હતો આ અવસરે અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂતે પણ પરિવાર સાથે વિશ્વ વંદનીય સંત જલારામ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.. આ ઉપરાંત ગડખોલ પાટિયા સ્થિત જલારામ બાપા મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક પ્રસંગો નું આયોજન કરવામાં આવ્યું હતું. સવાર થી જ ભક્તો એ દર્શન માટે લાઈનો લગાવી હતી. અને ભક્તોએ જલારામ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી