=નગર પાલિકા ના ચીફ ઓફિસર સહીત ના પાલિકા ના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ જોડાયા
=પાલિકા ના 70 કર્મચારીઓ ની ત્રણ ટીમ દ્વારા ત્રણ વિસ્તાર માં સફાઈ અભિયાન હાથ ધર્યું
=સ્વચ્છતા ન જાળવતા અને ગંદકી કરતા દુકાનદારો પાસે થી રૂ 13 હજારના દંડ ની વસુલાત કરી
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નવા વર્ષ ના પ્રારંભ થી સ્વૈચ્છીક સ્વચ્છતા શ્રમદાન નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્વચ્છતા શ્રમદાન માં નગરપાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહીત પાલિકા ના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ એ જોડાયા હતા અને 70 જેટલા કમર્ચારીઓ ની ત્રણ ટીમ બનાવી ત્રણ વિસ્તાર માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમ દરમ્યાન સ્વચ્છતા ન જાળવતા અને ગંદકી કરતા દુકાનદારો પાસે થી રૂ 13 હજાર ના દંડ ની વસુલાત કરી હતી
સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગર માં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક નવી પહેલ કરી છે.નગર પાલિકા દ્વારા આગામી ત્રણ મહિના સુધી દર અઠવાડિયા ના શુક્રવાર ના રોજ શહેર ના વિવિધ વિસ્તારો માં સવાર ના 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી સ્વૈચ્છીક સ્વચ્છતા શ્રમદાન નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત નગરપાલિકા દ્વારા આજરોજ આ સ્વચ્છતા શ્રમદાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ શ્રમદાન માં નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડીયા સહીત ના પાલિકા ના અધિકારીઓ મળી 70 જેટલા કર્મચારીઓ જોડાયા હતા.
ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા તમામ કર્મચારીઓ ની ત્રણ ટિમ બનાવી એક જેસીબી મશીન ,પાંચ ટેમ્પા સાથે અંકલેશ્વર ના મહાવીર ટર્નીંગ વિસ્તાર ,તેમજ ગડખોલ ઓવર બ્રીજ સુધી અને મહાવીર ટર્નીંગ થી પ્રતિન ચોકડી સુધી ના રોડ ની આજુબાજુ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું
અને રોડ ની આજુબાજુ સ્વચ્છતા ન જાળવતા અને ગંદકી કરતા.તેમજ ડસ્ટબીન ન રાખતા કેટલાક દુકાનદારો પાસે થી રૂપિયા 13 હજારના દંડ ની વસુલાત કરી હતી સાથે સ્વચ્છતા જાળવવા પણ તાકીદ કરી હતી